Posts

Gandevi latest news : ગણદેવીમાં માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે રૂ.૧.૪૩ કરોડના ખર્ચે ૧૩ વિકાસકામોના ખાતમુહૂર્ત કરાયા.

Image
   Gandevi latest news : ગણદેવીમાં માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે રૂ.૧.૪૩ કરોડના ખર્ચે ૧૩ વિકાસકામોના ખાતમુહૂર્ત કરાયા. ગણદેવી નગરપાલિકા સામે દરૂવાડ તુળજા ભવાની મંદિર પરિસરમાં તારીખ 19-06-2 024ની સાંજે ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે રૂ.૧.૪૩ કરોડના ખર્ચે ૧૩ વિકાસકામોના ખાતમુહૂર્ત કરાયા હતા. જેને કારણે નગરજનોમાં આનંદ વ્યાપી ગયો હતો. સરકારની વિવિધ યોજનાની ગ્રાન્ટ માંથી સોમવારની સાંજે રૂ.૧,૪૩,૬૧,૨૬૦ નાં ખર્ચે ૧૩ વિકાસકામો નાં ખાતમુહૂર્ત કરાયા હતા.             જેમાં રૂ.૪૭.૮૧ લાખ નાં ખર્ચે નાની છીપવાડ, દરૂવાડ અને કોર્ટ સામે પંપીંગ સ્ટેશન થી મેંધિયા ફળીયા મળી ત્રણ આરસીસી ટ્રીમીક્ષ રોડ, રૂ. ૮૭.૬૮ લાખ નાં ખર્ચે સુંદરવાડી રબલ પીચિંગ, પેવર બ્લોક, ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ ગલી, ઘેલાવડી, કેનિંગ ફેકટરી અંબા માતા મંદિર, રહેજ કોળીવાડ, દલાલ સ્ટ્રીટ, મોર્ડન પબ્લિક સ્કૂલ ગેટ સુધી અને મુસ્તાક ભાઈ નાં ઘર આગળ મળી ૮ સ્થળો એ પેવર બ્લોક, રૂ.૩.૬૧ લાખ નાં ખર્ચે પાણી ની ટાંકી ગાર્ડનમાં જીમ સાધન અને રૂ.૪.૫૦ લાખ નાં ખર્ચે વિવિધ વિસ્તારમાં ઇનોવેટિવ પેઇન્ટ કરવાના કામનો પ્રારંભ કરાયો હતો.             ત્યારબાદ

Navsari : માનનીય કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબે જલ શક્તિ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો.

Image
Navsari : માનનીય કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબે જલ શક્તિ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો. आज जल शक्ति मंत्रालय का चार्ज लेने के बाद, मैं कृतज्ञता का अनुभव कर रहा हूँ और मुझ पर विश्वास कर यह ज़िम्मेदारी देने के लिए माननीय प्रधानमंत्री श्री @narendramodi सर का आभार व्यक्त करता हूँ। मैं संकल्पित हूँ कि जल शक्ति मंत्रालय के माध्यम से, हम जल संरक्षण, स्वच्छता और प्रबंधन… pic.twitter.com/tBMVDa7m5Q — C R Paatil (Modi Ka Parivar) (@CRPaatil) June 11, 2024

Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.

Image
Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.            તારીખ  6/6/2024  થી  7/6/2024   દરમ્યાન સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય સમગ્ર નવસારી જિલ્લાના  સી.આર.સી.ઓની નિવાસી તાલીમ AB  સ્કૂલ ચીખલી ખાતે  યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના, ધ્યાન અને યોગાથી શરૂઆત કરી. શરૂઆત નિકિતા મેડમ દ્વારા સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ બી.આર.સી કો . શ્રી શશીકાંતભાઈએ સરસ મજાની વાર્તાથી તાલીમની શરૂઆત કરી. આજના સમયમાં આબોહવા પરિવર્તન અલગ અલગ રીતે વર્તાઈ રહી છે. આબોહવાના મુખ્ય ઘટકો વિષે સમજાવવામાં આવ્યું. જે શાળા સક્ષમ બનાવા માટે જરૂરી છે.  શાળા સક્ષમ તાલીમ એ દરેક શાળા માટે મુખ્ય રીતે ઉપયોગી સાબિત થશે. શાળા સક્ષમ બનાવવા માટે આપણે પર્યાવરણને સાથે રાખીને ચાલીશું તો જ આપણી શાળા સક્ષમ બની શકશે. સ્વચ્છ હરિયાળી શાળા વિશે બી.આર.સી કો . શ્રી મેહુલભાઈએ સરસ મજાની વાતો કરી. જેમાં સ્વચ્છ શાળા, ગ્રીનશાળા, સલામત શાળાઅને સુલભશાળા વગેરે વિશે વાતો કરવામાં આવી.                   બી.આર.સી કો . શ્રી અશ્વિનભાઈ ઉપલબ્ધ    પાણી વિશે વાત

Songadh,Vyara,Mahuva,Kim,Mangrol,Valod,Bardoli,Umarpada, palsana,Nizar,dolavan, kukarmunda,Uchchhal,Kim, Olpad, Surat, Kamarej and Mandavi Taluka world environment day celebration news

Image
                                                             Songadh,Vyara,Mahuva,Kim,Mangrol,Valod,Bardoli,Umarpada, palsana,Nizar,dolavan, kukarmunda,Uchchhal,Kim, Olpad, Surat, Kamarej and Mandavi Taluka world environment day celebration news

Navsari: નવસારીનાં સોહમ સુરતીએ રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

Image
             Navsari: નવસારીનાં સોહમ સુરતીએ રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો   ગુજરાત ગાર્ડિયન   ગુજરાત રાજ્ય સરકાર આયોજિત ખેલ મહાકુંભની ફાઈનલ સ્વિમિંગ સ્પર્ધા હિંમતનગર ખાતે યોજવામાં આવી હતી. જેમાં નવસારી જિલ્લાના સોહમ કે. સુરતીએ 800 મીટર ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ મેડલ, 400 મીટર ફ્રી સ્ટાઈલમાં સિલ્વર મેડલ, 200 મીટર ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ મેડલ મેળવી નવસારી જિલ્લા તેમજ નવસારી વિજલપોર નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ તરણકુંડ સ્વિમિંગ પુલ ગૌરવ વધાર્યું હતું. અગાઉ પણ તેઓએ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષા સુધી ભાગ લઈ મેડલો જીત્યા હતા. તેમની સિદ્ધિ બદલ નવસારી વિજલપુર પાલિકાના પ્રમુખ મીનલ દેસાઈ, એક્ઝિક્યુટિવ કમિટી ચેરમેન ગજેરા, ગાર્ડન કમિટી ચેરમેન શાહ અને ચીફ ઓફિસર જે.યુ.વસાવા અને સ્વામી વિવેકાનંદ તરણ કુંડ ઇન્ચાર્જ ઇલ્યાસ આઈ.શેખે અભિનંદન પાઠવ્યા હતા.

Bharuch,Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી.

Image
  Bharuch,Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી. માનનીય પ્રાંત સાહેબશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલ, ભરૂચ (જંબુસર), એમની લગ્નજીવનની વર્ષગાંઠ નિમિત્તે અભ્યાસ કરતા ગરીબ બાળકોને મદદ રૂપ બન્યા છે. આજે લોકો જન્મ દિવસ કે લગ્નની વર્ષગાંઠ પાછળ સારો એવો ખર્ચ કરતાં હોય છે. મહેશભાઈ પટેલે લગ્નજીવનની વર્ષગાંઠનાં ખર્ચને અભ્યાસ કરતાં બાળકોને મદદરૂપ બનીને ઉજવણી કરી હતી.  મહેશભાઈ પટેલ, મૂળ સરૈયા તાલુકો ચીખલી જીલ્લો નવસારીના વતની, ભરૂચ જિલ્લામાં જંબુસરમાં પોતાની ફરજ બજાવે છે,  જેઓ ભરૂચમાં ધોડિયા સમાજને પણ ખૂબ જ સહકારની સાથે શાળામાં ભણતાં બાળકોને પણ મદદરૂપ થતાં   રહે છે. આજે તેઓ સંક્લ્પ ગૃપને સહાયરૂપ થયા છે જે બદલ સાહેબશ્રીને સુખી જીવન માટે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ વતી  મીનેશભાઇ પટેલે  શુભેચ્છાઓ  પાઠવી છે.

Chikhli Majigam school : દિવ્યાંગોના ખેલ મહાકુંભમાં ૧૦૦-મીટર દોડમાં મજીગામની ક્રિશિતા રાઠોડ ત્રીજા સ્થાને

Image
  Chikhli Majigam school :  દિવ્યાંગોના ખેલ મહાકુંભમાં ૧૦૦-મીટર દોડમાં મજીગામની ક્રિશિતા રાઠોડ ત્રીજા સ્થાને ચીખલી નજીકના મજીગામ પ્રાથમિક શાળાની ધોરણ-૮ ની વિદ્યાર્થિની દિવ્યાંગોના ખેલ મહાકુંભમાં ૧૦૦-મીટર દોડમાં રાજ્યકક્ષાએ ત્રીજો નંબર મેળવી શાળા અને ગામનું ગૌરવ વધાયું હતું.નડિયાદના સ્પોર્ટ્સ MARI કોમ્પલેક્ષમાં ૦ થી ૧૬ વર્ષની કેટેગરીની વિદ્યાર્થિનીઓ માટે દિવ્યાંગ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં મજીગામ પ્રાથમિક શાળાની ધોરણ-૮ ની વિદ્યાર્થિની ક્રિશિતા ધર્મેશભાઈ હળપતિ એ પણ ભાગ લઈ રાજ્યભરના વીસેક જેટલા સ્પર્ધકો વચ્ચે તેમણે ૧૦૦-મીટર દોડમાં રાજ્યકક્ષાએ ત્રીજો નંબર પ્રાપ્ત કરતા શાળા પરિવારમાં આનંદની લાગણી છવાઈ હતી.હતી.ક્રિશિતાને શાળાનાં આચાર્ય ચંદ્રવદનભાઈ ઉપરાંત તેમના  પરિવાર જનો,સ્ટાફ તથા ગામના  આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.