Navsari news: નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો.

                                            

Navsari news: નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો.

તારીખ ૦૯-૦૪-૨ ૦૨૪નાં દિને નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો.

ધોરણ 8 ના બાળકોએ ધોરણ ૧ થી ૮ સુધીની તેમની શૈક્ષણિક સફર વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં. ધોરણ ૧ થી પોતાની શૈક્ષણિક કારકિર્દીની શરુઆત કરનાર બાળકને શિક્ષકનો માતૃપ્રેમ મેળવી તેમણે ધોરણ ૮ સુધીની સફર દરમ્યાન કેટકેટલા સારા નરસા પ્રસંગોમાંથી તેઓ પસાર થયા છે.

બાળપણની સ્મૃતિઓ કદી ભૂલી શકાતી નથી. પોતાના અનુભવો રજૂઆત કરતી વખતે વિદ્યાર્થીઓ ભાવવિભોર બની તેમની આંખના ખૂણામાંથી આંસુ ડોક્યું કરતાં હતાં. 

શાળાનાં આચાર્યશ્રી ફુલચંદ ભગતાણી અને શાળાનાં શિક્ષક ઉપરાંત નવસારી જિલ્લા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલે શાળા બાળકોને ભવિષ્યમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ધોરણ -૮ નાં વર્ગશિક્ષક દ્વારા પણ બાળકોને પ્રોત્સાહક પ્રવચન રજૂ કર્યું હતું.

તેમજ  સતત સફળતા મેળવે તેવા આશીર્વાદ અને આશી વચન આપ્યા ત્યાર બાદ બાળકો દ્વારા ફોટોસૂટ યોજી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.

Comments

Popular posts from this blog

Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.

Gandevi news : ગણદેવી અને ચીખલી તાલુકામાં ગુડી પડવાની પૂજા કરાઈ.

Navsari news|Navsari -26 |lok sabha election 2024|SVEEP |Navsari is one of the 26 Lok Sabha constituencies in Gujarat, India.