Navsari: નવસારીનાં સોહમ સુરતીએ રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

            Navsari: નવસારીનાં સોહમ સુરતીએ રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો


 
ગુજરાત ગાર્ડિયન 

 ગુજરાત રાજ્ય સરકાર આયોજિત ખેલ મહાકુંભની ફાઈનલ સ્વિમિંગ સ્પર્ધા હિંમતનગર ખાતે યોજવામાં આવી હતી. જેમાં નવસારી જિલ્લાના સોહમ કે. સુરતીએ 800 મીટર ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ મેડલ, 400 મીટર ફ્રી સ્ટાઈલમાં સિલ્વર મેડલ, 200 મીટર ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ મેડલ મેળવી નવસારી જિલ્લા તેમજ નવસારી વિજલપોર નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ તરણકુંડ સ્વિમિંગ પુલ ગૌરવ વધાર્યું હતું.

અગાઉ પણ તેઓએ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષા સુધી ભાગ લઈ મેડલો જીત્યા હતા. તેમની સિદ્ધિ બદલ નવસારી વિજલપુર પાલિકાના પ્રમુખ મીનલ દેસાઈ, એક્ઝિક્યુટિવ કમિટી ચેરમેન ગજેરા, ગાર્ડન કમિટી ચેરમેન શાહ અને ચીફ ઓફિસર જે.યુ.વસાવા અને સ્વામી વિવેકાનંદ તરણ કુંડ ઇન્ચાર્જ ઇલ્યાસ આઈ.શેખે અભિનંદન પાઠવ્યા હતા.

Comments

Popular posts from this blog

Gandevi news : ગણદેવી અને ચીખલી તાલુકામાં ગુડી પડવાની પૂજા કરાઈ.

નવસારીનાં વાંસદા બીઆરસી ભવન ખાતે ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી ઉપયોગ માટે ત્રિ-દિવસીય MTS તાલીમ યોજાઈ.

Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.