ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું.

 ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું.

શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૪/૨૫ શાળાના સભાખંડમાં તાલુકા પંચાયત ગણદેવીના પ્રમુખશ્રી માન.પ્રશાંતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાયું, 

જેમાં અતિથી વિશેષ ગણદેવી બીઆરસી કો-ઓ. શ્રીમતી સોનલબેન કનેરીયા, ગણદેવી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ટંડેલ, અમલસાડ ગામના સરપંચશ્રી નિલેશભાઈ નાયક, ઉપસ્થિત રહ્યા. એસએમસી અધ્યક્ષ શ્રી મોહનભાઇ પટેલ તેમજ સમગ્ર એસએમસી સભ્યોના સહકાર અને પ્રચાર પ્રસારથી મોટી સંખ્યામાં વાલીઓ પ્રદર્શન નિહાળવા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી થઈ . મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.

 ધોરણ ૬ થી ૮ની કુલ ૩૬ કૃતિ અને ધોરણ ૩ થી ૫ની ૩૫ મળી કુલ ૭૧ કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી. તમામ બાળકોએ પોતાની જિજ્ઞાસા વૃતિથી અને વાલીઓની મદદથી પોતાનો પ્રોજેકટ તૈયાર કર્યો હતો. સમગ્ર માર્ગદર્શન વિજ્ઞાન શિક્ષકશ્રી સંજયભાઈ અને બી.એડના તાલીમાર્થી ફોરમબેન વશી દ્વારા આપવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ પોતાની સૂઝ-બૂઝનો ઉપયોગ કરીને વાલીઓના સહયોગથી વિજ્ઞાનના અવનવા મોડેલ્સની પ્રતિકૃતિ બનાવીને શાળા કક્ષાના પ્રદર્શનનું આયોજન શાળા કક્ષાએ કરવામાં આવ્યું. 

દરેક વિદ્યાર્થીને ગણિત વિજ્ઞાન શિક્ષકશ્રી સંજયભાઇ દ્વારા મોડેલ્સની સમજ આપવામાં આવી હતી અને સ્ક્રીપ્ટ બાળકોને સમજાવી હતી. નિર્ણાયકની ભૂમિકા શ્રી હર્ષિતભાઈ, શ્રી દેવલભાઈ અને શ્રી જિજ્ઞાસાબેને નિભાવી બાળકોના પ્રોજેકટને મૂલવ્યા હતા. કાર્યક્રમનુ સંચાલન શ્રી ગૌરવભાઈએ કર્યું હતું. પ્રશાંતભાઈ દ્વારા બાળકોને પોતાના વ્યકતવ્યમાં પ્રોત્સાહિત કર્યા અને અવનવી શોધો આવી નાની નાની શોધોથી જ થાય છે.એવું સમજાવી ભારતના મહાન વૈજ્ઞાનિક શ્રી ડો.એ.પી.જે.અબ્દુલ કલામને યાદ કર્યા, 

શાળાની ભૌતિક સુવિધાઓમાં વધારો થતાં અને નવા બે રૂમોને સ્માર્ટ બનાવતા ઇન્ટર એકટીવ ફ્લેટ પેનલ બોર્ડ અને બે લેપટોપ શાળાના બાળકો માટે આવેલ મહેમાનો શ્રી પ્રશાંતભાઈ અને શ્રી સોનલબેન દ્વારા ખુલ્લા મુકાયા હતા. આભાર વિધી આચાર્યશ્રી અજુવેન્દ્રભાઈએ આટોપી અને પ્રદર્શન ખુલ્લુ મુકાયું. આવેલ તમામ વિદ્યાર્થીઓએ અને વાલીઓએ પ્રદર્શન નિહાળી બાળકોના પ્રયાસની સરાહના કરી હતી.































Comments

Popular posts from this blog

Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.

Gandevi news : ગણદેવી અને ચીખલી તાલુકામાં ગુડી પડવાની પૂજા કરાઈ.

Navsari news|Navsari -26 |lok sabha election 2024|SVEEP |Navsari is one of the 26 Lok Sabha constituencies in Gujarat, India.